← બધા કીર્તન

આજે ગોકુલિયામાં

નંદમહોત્સવ

કીર્તનના શબ્દો

આજે ગોકુલિયામાં નવરંગ નોબત વાગે જો

આ શરણાયું વાગે રે નંદજીને આંગણે - આજે

આ કલશ ભરીને વ્રજની નારી ઉભાં જો

આ તોરણિયા બાંધ્યા રે નદંજીને આંગણે - આજે

આ આંગણિયામાં કદલીના સ્તંભ રોપ્યાં જો

આ જાચક આવી ઉભા નદંજીને આગણે - આજે

આ ભીડ ઘણેરી નાચે ગોપી ગ્વાલ જો

આ સાથિયા પૂર્યા રે નંદજીને આંગણે - આજે

આ જનમ્યા જનમ્યા 'ફુમુદિની' ના ચંદ જો

આ પારણિયાં બાંધ્યા રે નંદજીને આંગણે - આજે

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.