આવી છું સેવા ને કાજ
કીર્તનના શબ્દો
આવી છું સેવા ને કાજ
ફૂલડાં લાવી છુ છાબ માં
કેવા સુંદીર તો ડોલર ના ફૂલ છે
બાલ કૃષ્ણ તમારે કાજ - ફૂલડાં
ડોલરના ફૂલ ની માળા બનાવી
તુલસી ના નાખ્યા છે પાન - ફૂલડાં
જીણી જીણી કળીયો ની માળા બનાવી
આરતી લઈ આવી છું સાથ - ફૂલડાં
શ્યામ સુંદરની આરતી ઉતારુ
વૈષ્ણવ ના મનડા હરખાય - ફૂલડાં
માધવદાસ ના સ્વામી શામળીયા
દેજો શ્રી વ્રજમાં વાસ - ફૂલડાં
કેવા સુંદીર ડોલર ના ફૂલ છે
બાલ કૃષ્ણ તમારે કાજ - ફૂલડાં