આવો શ્રી વલ્લભ
કીર્તનના શબ્દો
આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ
પડયું તમારૂં કામ રે
હરતા ફરતા હૈયામાં જડ્યું, મહાપ્રભુજીનું નામ રે
સેવાને ધર્મનો મારગ બતાવ્યો
શ્રી કૃષ્ણ: શરણં મમનો મંત્ર ગજાવ્યો
અગ્નિમાં અવતરી, આપે બનાવ્યું
ચંપારણ્ય યાત્રાનું ઘામ રે - હરતા ફરતા
ભાગવત ગીતાનો સાર સમજાવ્યો,
પુષ્ટિમાર્ગ નો મહિમા વઘાર્યો
તમ સંગાથે આજે કરવા છે,
મારે યમુના પાન રે - હરતા ફરતા
જય શ્રી કૃષ્ણ બોલતા ને સૌને બોલાવતા,
જ્ઞાન દિપકની જ્યોત પ્રગટાવતા
કામ ક્રોધ સૌ દુર થઈ જાશેને,
થાશે અંતરમાં આરામ રે - હરતા ફરતા
વૈષ્ણવના પ્રાણ તમે હૈયાનુ હિર છો
સત્ય સનાતન સુકાની ધીર છો
તમારે ચરણે રાખો શ્રીનાથજી
આપો દર્શનના દાન રે - હરતા ફરતા