← બધા કીર્તન

ચાલ સખી ચાલ

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ચાલ સખી ચાલ કરીયે યમુનાનાં પાન,

શ્રીમહારાણી યમુનાને કરીયે પ્રણામ

ગોકુલ મથુરા વ્રીન્દાવન ધામ,

વ્રજમાં આવી માયે કીધો વિશ્રામ – ચાલ સખી

શાંત શીતલ માનું સુંદિર સ્વરૂપ છે,

જોને ગંભીરતા કેવી અનુપ છે,

પાવન થૈયે લઇ માનું નામ,

શ્રીમહારાણી યમુનાને કરીયે પ્રણામ – ચાલ સખી

વ્રજની ભૂમિનો માએ મહિમા વધારિયો

કાલિન્દી નામ ધરી કાલી ઉધારિયો

કરતા મનોરથ પુરણ કામ,

શ્રીમહારાણી યમુનાને કરીયે પ્રણામ – ચાલ સખી

વૈષ્ણવ મંડળની વિનંતી સ્વીકારજો

યમરાજાના પાશ થકી માત ઉગારજો

પ્રેમ થકી કરીયે માંના ગુણ ગાન,

શ્રીમહારાણી યમુનાને કરીયે પ્રણામ – ચાલ સખી

ચાલ સખી ચાલ કરીયે જમુનાનાં પાન,

શ્રીમહારાણી યમુનાને કરીયે પ્રણામ

ગોકુલ મથુરા વ્રીન્દાવન ધામ,

વ્રજમાં આવી માયે કીધો વિશ્રામ – ચાલ સખી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.