← બધા કીર્તન

ફૂલડાં વીણવા ગઇતી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

આ આજે સાહેલી હું તો ફૂલડાં વીણવા ગઇતી જો

આ મારગડે માળીયા રે મોહનલાલજી

આ પાલવ પકડી પૂછે ઘરની વાત જો

આ ડર પરસી ને વારે વાંકી આંખડી

આ ફૂલડાં વીણી આપે મારે હાથ જો

આ સેન દઈ ને છૂટી કરતા પાંખડી

આ કુંજ નિકુંજે ભમતા ડોલે નાથ જો

આ એકલડી દેખીને મારે કાંકરી

આ ડગ ભરીએ તો મુજ પછવડી ચાલે જો

આ નજરું નાખે વળી વળી ને વાંકડી

આ છેલ છબીલો ‘કુમુદિની’ નો ચંદ જો

આ ભેદ ભરીને કરતા રસ ની વાતડી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.