કાના તું કાળો છે
કીર્તનના શબ્દો
કાના તું કાળો છે, તોયે મને વાલો છે
રાધાજી નો પ્યારો છે, ગોપી ને મન વસીયો છે
નંદ જશોદા નો લાલો છે, તોયે મને વાલો છે - કાના
માથે મુગટ પહેરીયો છે, કાનો માં કુંડળ સોહે છે
મુરલી એવી વગાળે છે, સૌને માયા લગાવે છે - કાના
કાના તું તો નટખટ છે, માખણ નો ખાનારો છે
ભક્તો નાં હૈયા માં વસીયો, હૈયા નાં હેતે ઝુલાવે છે - કાના