લગ્ની લાગી રે
કીર્તનના શબ્દો
લગ્ની લાગી રે વલ્લભ તારા નામની રે
મને વ્હાલું ના લાગે બીજું કાંઈ - લગ્ની લાગી રે
સદ્દગુરુ એ સગપણ મારા ગોતીયા રે
સગપણ ગોતીયા શ્રી વલ્લભ પ્રભુ ની સાથ - લગ્ની લાગી રે
મેતો ચૂંદડી ઓઢી છે અખંડ નામની રે
ચારે છેડે શ્રી વલ્લભ પ્રભુ ના નામ - લગ્ની લાગી રે
મારી જાનો આવી છે ગૌલોક ધામથી રે
જાનો આવી મોટા ભગવદીયો ની સાથ - લગ્ની લાગી રે
હું તો માનવ થઇ ને બેઠી માંડવે રે
મારો ઝાલ્યો શ્રીવલ્લભ પ્રભુ એ હાથ - લગ્ની લાગી રે
હું તો ચાતક થઈ ને બેઠી ચોળીયે રે
ફેરા ફર્યા શ્રીવલ્લભ પ્રભુ ની સાથ - લગ્ની લાગી રે
જ્ઞાન વૈરાગ્ય યે જવ તલ હોમીયા રે
ભક્તિ માતા એ દીધા કન્યાદાન - લગ્ની લાગી રે
આશા તૃષ્ણા એ છે બે બેનડી રે
તેને રોડતી મેલી ઘર ની બહાર - લગ્ની લાગી રે
હું તો શણગાર સજીને આવી સાસરે રે
માયા મમતા મનમાં મૂંઝાય - લગ્ની લાગી રે
મારા સતસંગ મંડળ માં છે બેસણા રે
મારે વસવું શ્રી વલ્લભ પ્રભુ ની સાથ - લગ્ની લાગી રે
દાસના દાસ ની વિનંતી રે
મને રાખો ચરણ ની પાસ - લગ્ની લાગી રે
લગ્ની લાગી રે વલ્લભ તારા નામની રે
મને વ્હાલું ના લાગે બીજું કાંઈ - લગ્ની લાગી રે