← બધા કીર્તન

પંખીડા તું ઉડી જાજે

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

પંખીડા તું ઉડી જાજે નાથદ્વારા રે

મારા શ્રીનાથજી ને જઈને કહેજો દર્શન આપે રે

અલ્યા ગામના સોનીડા વીરા વેલા આવો રે

મારા શ્રીનાથજી કાજે રૂડા શણગાર લાવો રે

સારા લાવો સુંદર લાવો વેલા આવો રે - મારા શ્રીનાથજી

પંખીડા તું ઉડી જાજે કાંકરોલી રે

મારા દ્વારકાધીશને જઈને કહેજો દર્શન આપે રે

અલ્યા ગામના સુતારી વીરા વેલા આવો રે

મારા દ્વારકાધીશને કાજે રૂડા બંગલો લાવો રે

સારા લાવો સુંદર લાવો વેલા આવો રે - મારા શ્રીનાથજી

પંખીડા તું જાજે મથુરા શેર રે

મારી મહારાણી માને કહેજો દર્શન આપે રે

અલ્યા ગામના કસુંબી વીરા વેલા આવો રે

મારા મહારાણી કાજે રૂડા ચૂંદડી લાવો રે

લાલ લાવો લીલી લાવો પીળી લાવો રે - મારા શ્રીનાથજી

પંખીડા તું ઉડી જાજે જતીપુરા રે

મારા ગિરિરાજજી ને જઇ ને કહેજો દર્શન આપે રે

અલ્યા ગામના ગાધીડા વીરા વેલા આવો રે

મારા ગિરિરાજજી કાજે રૂડા મેવા લાવો રે

સારા લાવો સુંદર લાવો વેલા આવો રે - મારા શ્રીનાથજી

પંખીડા તું ઉડી જાજે ચંપારણ રે

મારા મહાપ્રભુજી ને જઇ ને કહેજો દર્શન વેલા આપે રે

અલ્યા ગામના વૈષ્ણવ સહુ વેહલા આવો રે

મારા મહાપ્રભુજી કાજે રુડી ધોતી, ઉપરણા લાવો રે

કેસરી લાવો, ગુલાબી લાવો, પીળા લાવો રે - મારા શ્રીનાથજી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.