← બધા કીર્તન

પુષ્ટિમાર્ગના પાંચ તત્ત્વો

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

પુષ્ટિમાર્ગના પાંચ તત્વ નિત્ય ગાયેજી,

તેના જન્મોજન્મના પાપ સર્વે જાયેજી,

પહેલું તત્વ શ્રી નવનિત પ્રિયા સુખકારીજી,

સમરો શ્રી મઘુરાનાથ કુંજ બિહારીજી,

શ્રી વિઠ્ઠલેશરાય, શ્રી દ્વારકેશરાય ગિરિઘારીજી,

શ્રી ગોકુલચંદ્રમાજી શ્રી મદનમોહન પર વારીજી,

બીજું તત્વ શ્રી વલ્લભકુળને ભજીયેજી,

કુળ લોક લાજને કાજ સર્વે તજીયેજી,

ત્રીજું તત્વ શ્રી ગોવર્ધનધર નિત્ય ગાયેજી,

શ્રી નટવરલાલજીનું ગમતું સર્વે થાયેજી,

ચોથુ તત્વ શ્રી યમુનાજીને જાણોજી,

કરો સ્નાન જલને પાન એ સુખ માણોજી,

પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિને ગાયેજી,

નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદ રજ લઈએજી,

પાંચે તત્વનુ ઘ્યાન, નિરંતર ધરીયેજી,

તો મન વાંછિતના ફળ સર્વે લઈએજી,

પાંચે તત્વ શિવ બ્રહ્માદિકને દુર્લભજી

શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ પ્રમાણ કર્યા સર્વે સુલભજી,

આ શાેભા જોઈ હરિદાસ જાય બલિહારીજી,

આ લીલા ગાજો નિત્ય નર ને નારીજી,

આ પુષ્ટિમાર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈયેજી,

તેના જન્મોજન્મના પાપ સર્વે જાઈયેજી,

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.