તમે સાંભળો વિનંતી મારી
કીર્તનના શબ્દો
તમે સાંભળો વિનંતી મારી સેવા કરું શ્રી હરિ તમારી
ચાર ચોર વસે છે પાસે લૂંટી લેવાની પૂરી આશે
મને ખરી હિંમત છે તારી - તમે
તારું શરણું મુજને સાચું બાકી સુખ સઘળું છે કાચું
એવી દ્રઢ પ્રતિજ્ઞા ધારી - તમે
એવો છે મુજને વિશ્વાસ દઈ દર્શન પૂરો આશ
કેશવ વિનંતી લેજો સ્વીકારી - તમે