Vaishnav 21 - Prabhudas Bhaat
Lyrics
The English words are not available yet. Showing the Gujarati text.
॥ વાર્તા ૨૧ ॥
હવે શ્રીઆચાર્યજી મહાપ્રભુના સેવક, પ્રભુદાસ ભાટ, સિંહનંદમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ - ભાવપ્રકાશ: તે લીલામાં લલિતાજીની સખી છે, કલહંસી એનું નામ છે, તે સિંહનંદમાં એક ભાટ હતા. તેના ઘરે પ્રકટ્યા. તે પ્રભુદાસના પિતા દેશાધિપતિની આગળ ચાલતા, દેશાધિપતિનાં કવિત કરતા દ્રવ્ય બહુ જ હતું. પ્રભુદાસ દસ વર્ષના થયા, પરંતુ તે મહા મૂર્ખ થયા. પિતાએ બહુ ભણાવ્યા પરંતુ ભણ્યાં નહીં, પિતાની દેહ છૂટી પછી પ્રભુદાસ જયારે પંદર વર્ષના થયા. દિલ્હીમાં આવ્યા ત્યારે દેશાધિપતિની પાસે ગયા. દેશાધિપતિએ કહ્યું, કંઈ કવિત કહો. પ્રભુદાસે કહ્યું કવિત કોને કહે તે હું જાણતો નથી, અને હું કાંઈ તમારાથી ચાહતો નથી. ઠાકુર ખાવાને દે છે. શું તું પાળીશ? ત્યાર દેશાધિપતિએ કહ્યું, એને ગામ બહાર કાઢી મૂકો ત્યારે એ દિલ્હીથી ઉદાસ થઈને ચાલ્યા તે મથુરા આવી વિશ્રામ ઘાટ ઉપર રોવા લાગ્યા. કે ભગવાને મને મૂર્ખ કેમ કર્યો હવે હું ક્યાં જાઉં? જયાં જાઉં ત્યાં આદર સન્માન તો કોઈ કરતું નથી. આ પ્રકારે ચિંતામાં હતા. તે જ સમયે શ્રીઆચાર્યજી મહાપ્રભુજી વિશ્રામઘાટ ઉપર પધાર્યા. તેને દૈવી જાણીને પોતે કહ્યું પ્રભુદાસ! તું રૂવે છે કેમ ન્હાઈ લે ત્યારે પ્રભુદાસ ન્હાયા. આચાર્યજીએ તેમને નામ નિવેદન કરાવ્યું ત્યારે પ્રભુદાસને પોતાના સ્વરૂપનું અને શ્રીઆચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે તે જ સમયે આપને દંડવત કરી આ એક દોહો કર્યો -
જબ તેં બિછુર્યો નાથસોં, પરયો જગત ભવ કૂપ |
તા હિત નલ્લભ પ્રગટ વ્હે, દરસાયો નિજ રૂપ ॥
એ સાંભળીને શ્રીઆચાર્યજી બહુ પ્રસન્ન થયા, કહે પ્રભુદાસ તને આ માર્ગ સ્ફર્યો. હવે તમે ભગવદ્સેવા કરો. ત્યારે પ્રભુદાસે કહ્યું મહારાજ! આ બધી આપની કૃપા, કેવલ પ્રમેય બલથી આપે મને અંગીકાર કર્યો. મારા જેવો દુઃખી કોઈ ન હતો, અને ક્ષણમાં મને સુખના સમુદ્રનો અનુભવ કરાવ્યો. હવે એક વિનંતી છે કે મને ક્યારેય દુસંગ ન રહે. એક દઢ વિશ્વાસ આપના ચરણનો રહે, શ્રીઆચાર્યજી પ્રસન્ન થઈને કહે, જા એમ જ થશે. પછી મથુરામાં એક સ્વરૂપ લાલજીનું ન્યોછાવર દઈને લઈ આવ્યા. તેને શ્રીઆચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવીને પ્રભુદાસના માથે પધરાવી દીધું, અને આપે પ્રસન્ન થઈને કહ્યું. સેવાની બધી રીતિ આપમેળે સ્ફુરશે, તેથી હવે તારા ગામે જઈ સેવા કરું. પ્રભુદાસ દંડવત કરી શ્રાઠાકુરજીને પધરાવી સિંહનંદ આવ્યા, અને ઘરના કુટુંબનો સંગ છોડીને અલગ ઘર લઈ ભગવદ્સેવા કરવા લાગ્યાં. લગ્ન તો એમનું થયું ન હતું.
વાર્તાપ્રસંગ ૧: તે પ્રભુદાસ સદા એક પ્રીતિથી સેવા કરતા. રાત્રિએ વૈષ્ણવોનો સંગ કરે. દ્રવ્ય ઘરમાં ઘણું હતું, તે ભગવદ્સેવા, ગુરુસેવા, વૈષ્ણવસેવામાં લગાડ્યું. એ લૌકિક વૈદિક બધું છોડી દીધું. એમ કરે એટલે વૈષ્ણવ વખાણે અને જ્ઞાતિનિંદા કરે. પરંતુ પ્રભુદાસ કોઈની વાત ન સાંભળે એમ કરતાં વૃદ્ધ થયા પછી શરીરમાં અસાવધાનતા થઈ, સાવધાનતા છૂટી ગઈ. ત્યારે જ્ઞાતિના બધા મળીને તેમને 'પૃથોદક તીર્થ' લઈ આવ્યા ત્યારે ત્યાં સાવધાનતા થઈ. આંખ ખોલી જુએ તો પૃથોદક તીર્થ છે. ત્યારે બધાને કહ્યું, મને અહીં કેમ લાવ્યા? બધા જ્ઞાતિનાએ કહ્યું, આ પૃથોદક તીર્થ છે, તમે અસ્વસ્થ થયા એટલે લાવ્યા છીએ. પ્રભુદાસ કહે આ પૃથોદક શું મને કૃતાર્થ કરશે? હું તો શ્રીઆચાર્યજી મહાગ્રભુનો સેવક છું. તમે મને એક વર્ષ પર્યત અહીં રાખશો તો પણ મારો દેહ અહીં નહી છૂટે. તેથી તમે મને સિંહનંદ લઈ ચાલો, હું શ્રીઠાકુરજીના ચરણારવિંદના દર્શન કરીશ ત્યારે મારો દેહ છૂટશે. એમ પ્રભુદાસે કહ્યું, પરંતુ જ્ઞાતિના બધા સંબંધી માને નહીં. પ્રભુદાસને પાંચ-સાત દિવસ પૃથોદકમાં રાખ્યા. ત્યારે પ્રભુદાસ સારા થયા. ચાલવા ફરવા લાગ્યા, સંબંધી હારીને પ્રભુદાસને ઘરે લાવ્યા, મમ પ્રભુદાસે ન્હાઈને શ્રીઠાકુરજીને વિનંતી કરી, મહારાજ! શ્રીઆચાર્યજીએ તમને મારા માથે પધરાવ્યા છે અને આ બાવરા લોકોએ આપના ચરણાવિંદનો આશ્રય છોડાવીને પૃથોદકનો આશ્રય કરાવ્યો. પરંતુ આપ એવું કેમ કરો કે મારે દેહ ત્યાં છૂટે? એ પ્રકારે શ્રીઠાકુરજીને વિનંતી કરી ઠાકુરજીને સિંહનંદમાં એક વૈષ્ણવને માથે પધરાવી દંડવત કરી મંદિરની બહાર આવી સઘળા વૈપ્ણવોને ભગવદ્સ્મરણ કરી દેહ છોડી દીધી. સિંહનંદમાં સઘળા વૈષ્ણવો જ્યાં ભગવદ વાતો કરવા જતા ત્યાં પ્રભુદાસની નિત્ય વડાઈ કરતા કે પ્રભુદાસ ધન્ય છે. મોટા ભગવદીય છે કે જેમણે તીર્થનો આશ્રય ન કર્યો. શ્રીઠાકુરજીનો આશ્રય કર્યો. તે સિંહનંદમાં એક કીરત ચોધરી હતો.
ભાવપ્રકાશ: તે કંસનો ધોબી હતો. શ્રીઠાકુરજીએ એનાં વસ્ત્ર મથુરામાં લૂંટયા હતા. તેનો અવતાર હતો.
તે આ વૈષ્ણવોની પાસે આવીને નિંદા કરવા લાગ્યો કે પ્રભુદાસે પૃથોદક તીર્થથી આવીને આ હિડંબ્ દેશમાં દેહ છોડ્યો છે તો તેમની વડાઈ કેમ કરો છો? ગામનો ચોધરી જાણી વૈષ્ણવો ચૂપ થઈ રહ્યા. એ પ્રકારે બે-ચાર દિવસ નિંદા કરી, એક દિવસ રાત્રિએ તે સૂતા હતા ત્યારે ચારે જણા આવીને મુદગલ લઈ કીરત ચોધરીને ખાટથી ઊંધો પછાડી અને મારવા લાગ્યા. કીરત ચોધરીએ કહ્યું, તમે મને કેમ મારો છો? તમારું શું બગાડ્યું છે? ત્યારે તે ચારે જેઓ વિષ્ણુદૂત હતા તે કહે, તું પ્રભુદાસની નિંદા કેમ કરે છે? તેથી આજ તને મારીને તારું હાડ ભાંગીને ભુક્કા કરીશું. કીરત ચોધરીએ આજીજી કરી નાક ઘસીને કહ્યું. હવે હું પ્રભુદાસની નિંદા નહીં કરું, વખાણ કરીશ, મને ન મારો. વિષ્ણુદૂત કહે આજે છોડીએ છીએ, પરંતુ હવે ક્યારેય નિંદા કરીશ નહીં. એમ કહી વિષ્ણુદૂત ગયા. પછી બીજા દિવસે વૈષ્ણવો મળીને પ્રભુદાસની વડાઈ કરતા હતા ત્યાં કીરત ચોધરી આવ્યો. એટલે બધા વૈષ્ણવો ચૂપ થઈ ગયા, કીરત ચોધરીએ કહ્યું, વૈષ્ણવો! તમે કહ્યું તે સાચું છે. પ્રભુદાસ મોટા ભગવદીય્ છે, એમને તીર્થથી શું કામ? એમને તો શ્રીઠાકુરજીનો આશ્રય હતો. એ પ્રકારે વડાઈ ઘણી કરી, વૈષ્ણવો ચાકેત થઈ ગયા. અને પૂછયું કે તમે તો પહેલાં નિંદા કરતા હતા અને આજે બહુ વડાઈ કરો છો તેનુ કારણ શું? કીરત ચોધરીએ પોતાની પીઠ દેખાડી અને કહ્યું, કે ચાર જણે મને રાત્રિએ બહુ માર્યો, અને કહ્યું કે તું પ્રભુદાસની નિંદા કેમ કરે છે? તેઓ તો મોટા ભગવદીય હતા. હવે તમે સુખેથી એમની વડાઈ કરો. આથી વૈષ્ણવો પ્રસન્ન થઈ વડાઈ કરવા લાગ્યા. તે પ્રભુદાસ એવા ભગવદીય હતા.
ભાવપ્રકાશ: એ પ્રભુદાસની વાતમાં એ સિદ્ધાંત થયો કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે કોઈ તીર્થનો આશ્રય કરવો નહીં, શ્રીઆચાર્યજીનો જ આશ્રય રાખવો અને ભગવદીયની નિંદા કરે તો આ લોકમાં પણ દુઃખ પામે અને મરે ત્યારે નર્કમાં જાય, કેમ કે ભગવાનને ભગવદીય છે. ભગવાન પોતાનો અપરાધ સહે, પરંતુ ભગવદીયનો અપરાધ નથી સહી શકતા. તે પ્રભુદાસ એવા ભગવદીય હતા. ।। વાર્તા ૨૧ ||