ઝૂલે પારણીયે નંદકુમાર
કીર્તનના શબ્દો
નંદ કુંવર મારા હૈયાના હાર
ઝૂલે પારણીયે નંદકુમાર
એક પછી એક સાહેલી આવતા
ભીડ જામી છે રુડી નંદજી ને દ્વાર - ઝૂલે
કંકુડાં વરણા કાનકુંવરનું
મુખડું જોઈને મોહી વ્રજ કેરી નાર – ઝૂલે
વારી વારી ઝુલાવે રસિયા વાલમને
મુખડું જોઈને મોહ્યા ભક્તો અપાર – ઝૂલે
કોડે કોડે રે ઝાઝું હેત કરીને
લુણ ઉતારે માતા વારંવાર – ઝૂલે
ગોપ ગોવાલણી નીરખે મારા નાથને
આરતી ઉતારે ભક્તો વારંવાર – ઝૂલે
પુષ્પોની વૃષ્ટિ ત્યાં થાય અપાર – ઝૂલે
વલ્લભના સ્વામી રસિકશિરોમણી
અજબ રંગીલો મારો પ્રાણઆધાર - ઝૂલે