← બધા કીર્તન

આજ મારે આંગણે કનૈયો આવીયો

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

આજ મારે આંગણે કનૈયો આવીયો રે

આંગણમાં આનંદ ઓચ્છવ થાય – આજ

ગોવાળિયાની મંડળી લઈને આવીયો રે

મટુકી ફોડીને માખણ ખાય રે – આજ

વાલે મારે પીળા પીતાંબર પહેરીયા રે

કંઠે કૌતુભ મણીનો હાર રે - આજ

વાલજીને માથે મુગટ સોહામણો રે

વાલજીને કુંડળ ઝળકે કાન રે – આજ

વાલજી બંસી બજાવે ઝીણા સૂરની રે

વાલો મારો નાચે ને ગોપીઓ ગાય રે – આજ

આંખડી મીચુંને કૃષ્ણ જોયા કરું રે

તનડામાં તાલાવેલી થાય રે – આજ

વાલા મારા કરજોડી કરું વિનતી રે

અમને આપો શ્રી વ્રજ વાસ રે – આજ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.