← બધા કીર્તન

આજ મારા મંદિરીયામાં

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

આ કીર્તનનું ગુજરાતી રેકોર્ડિંગ હજી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ઓડિયો વગાડાય છે.

આજ મારા મંદિરીયામાં માલે શ્રીનાથજી,

જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી

જશોદાના જાયા ને નંદજીના દુલારા,

મંગલા ની ઝાંખી કેવી આપે શ્રીનાથજી - આજ

જરકસી જામો ધરી ઉભા શ્રીનાથજી,

જગતના છે સાચે સાચા સુબા શ્રીનાથજી - આજ

મોહન માળા મોતી વાળી ધરી શ્રીનાથજી,

પુષ્પની માળા પર જાઉ વારી શ્રીનાથજી - આજ

શ્રીનાથજી ને પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી,

સ્વરૂપ દેખી મુનીવર ના મન લોભે શ્રીનાથજી - આજ

ભાવધરી ભજો તમે બાલ કૃષ્ણ લાલજી,

વૈષ્ણવજનને અતી ઘણા વ્હાલા શ્રીનાથજી - આજ

શ્રીવલ્લભ ના સ્વામીને અંતરયામી,

દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી - આજ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.