← બધા કીર્તન

આજ વલ્લભને દ્વાર રે

વધાઈ

કીર્તનના શબ્દો

આજ વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે,

પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી

હાં રે ત્યાં નોબત ના નાદ સંભળાય છે,

હાં રે પેલી માનુની મંગલ ગાય છે,

હાં રે સજી સોળે શણગાર રે,

ચાલી વ્રજનાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી

હાં રે કોઈ ફૂલડાં ની છાબ લઇ આવે

હાં રે કોઈ મોતીડે નાથ ને વધાવે,

હાં રે બાંધ્યા તોરણનીયા દ્વાર રે,

ફૂલડાં ના હાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી

હાં રે માતા અકકાજી પારણે ઝુલાવે,

હાં રે રસિક ભક્તો ના ભાવ ને મનાવે,

હાં રે આપે આશિષ અપાર રે,

હરખ્યા નરનાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.