← બધા કીર્તન

આજે સૌને જય શ્રીકૃષ્ણ

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

આજે સૌને જય શ્રીકૃષ્ણ કાલે વેહલા આવજો

હરિગુણ ગાવા હરીરસ પીવા આવે તેને લાવજો

મનમંદિર ના ખૂણે-ખૂણેથી કચરો કાઢી નાખજો

અખંડ પ્રેમતણી જ્યોતિને કાયમ જલતી રાખજો

વ્યવહારે પુરા જ રહી ને સત્સંગમાં આવી બેસજો

હરતાં ફરતાં કામો જ કરતા હૈયે હરીને રાખજો

હૈયે હૈયા ખુબ મિલાવી હરિ નું નામ દીપાવજો

માન બધાઈ છેંટા મેલી, ઈર્ષા કાઢી નાખજો

ભક્તિ કેરા અમૃત પીને, બીજાને પીવડાવજો

સહુમાં એકજ પ્રભુ બિરાજે સમજી પ્રીતી રાખજો

વલ્લભની શીખ હૈયે ધરજો, પ્રીતેથી સુરતા રાખજો - આજે સૌને જય શ્રી કૃષ્ણ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.