આજે ઠાકોરજી પધાર્યા
કીર્તનના શબ્દો
આજે ઠાકોરજી પધાર્યા મારા આંગણિયે
સખી ધૂમ મચાવો (૨) મારા આંગણિયે
આજે રસિયાજી પધાર્યા મારા આંગણિયે
સખી મંગળ ગીત ગાવો (૨) આજ મારા આંગણિયે
મારું ઘર ગોકુળ વનરાવન છે
વાલા વાંસલડી વગાડો (૨) મારા આંગણિયે
મેં તો સોળે શણગાર વાલા સાજિયા છે
હું તો નાચું તારી કાજ (૨) મારા આંગણિયે
મારે રાસ વાલા સંગે રમવું છે
ઢોલી ઢોલ વગાડો (૨) મારે આંગણિયે
મેં તો હ્રુદિયાનો જુલો કીધો છે
વાલા પ્રેમથી ઝૂલો (૨) મારા આંગણિયે
મારા હૈયે હરખની હેલી છે
આજે વૈષ્ણવો પધાર્યા (૨) મારે આંગણિયે
આજે વાલાજી પધાર્યા મારા આંગણિયે
સખી શુભ દિન આયો (૨) મારા આંગણિયે