આજે વધામણાં રે ગોકુળ
કીર્તનના શબ્દો
આજે વધામણાં રે ગોકુળ ગામમાં (૨)
યશોદાએ કાન કુંવર જાયા - વધામણાં
વહેલી સવારના જશોદાજી જાગીયા (૨)
કૃષ્ણ મુખ જોઈ હરખાયાં - વધામણાં
દાસી દોડી ને આવી નંદરાય પાસે (૨)
મંગલ સંદેશા સુનાવ્યાં - વધામણાં
ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણ (૨)
નવા નવા સાજને સજાવ્યાં - વધામણાં
ગોકુલ ની ગલીઓમાં દહીં દૂધ છાંટીયા (૨)
નાચતાં નંદ ઘેર આવિયાં - વધામણાં
વ્રજના નરનારીનાં મુખ થયા મીઠડાં (૨)
ભુદેવે આશિષ વરસાવીયાં - વધામણાં
વૈષ્ણવના નાથ આવ્યા આહીરને આંગણે (૨)
ગોપીઓ એ પ્રેમથી ઝુલાવીયાં - વધામણાં