આજ વલ્લભ પધાર્યા
કીર્તનના શબ્દો
આજ વલ્લભ પધાર્યા મારે આંગણે રે
મારે ઉર માં આનંદ થાય, બહેના - આજ
મેં તો મોતીડાં ના ચોક પુરાવિયા રે,
કાંઈ તોરણ બાંધ્યા દ્વાર, બહેના - આજ
મેં તો કદલી સતંભ રોપાવીયા રે,
મારા હૈયા ના હરખ ના માય, બહેના - આજ
મેં તો મંડપ રચાવ્યા મહા મોહશું રે,
હું તો તેડાવું સાહેલી નો સાથ, બહેના - આજ
હું તો ફુલંગ ટંગાવું ભાત ભાતના રે
હું તો વધાવું શ્રી વલ્લભનાથ, બહેના - આજ
ભાત ભાતની સામગ્રી કરી પૂરીશું રે
હું તો બિછાવું ફૂલડાંની સેજ, બહેના - આજ
હું તો કર જોડી ને કરું વિનંતી રે,
વ્હાલા પૂરો મારા મન તણી રામ, બહેના - આજ