આજે યમુનાજી પધાર્યા
કીર્તનના શબ્દો
આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે,
આજ આનંદની લહેર, આજં આનંદની લહેર,
આજ માએ કરી પુરી મહેર રે - આજે આનંદ
સોના નો સૂરજ આજ ઉગ્યો આંગણીયે,
યમુનાજી પધાર્યા મારે ઉરને બારણીયે,
હાં રે મારા હૈયામાં હરખ ન માય રે - અાજ આનંદ
તોરણ પતાકા મેં તો બાંઘ્યા બારણીયે,
ફુમફુમના ચોક પુર્યા યમુના કારણીયે,
હાં રે હું તો ફૂલડાં ઘરાવું ઠેર ઠેર રે - અાજ આનંદ
યમુનાજીને નિરખી મારી આંખો હરખાય છે,
મંગળગીતો મારી મંડળીઓ ગાય છે,
હાં રે વાગે શરણાઈનાં સુર રે - આજ આનંદ
સત્સંગ ગંગામાં ન્હાવા સૌ પડીયા,
જન્મો જનમના પાપો સૌ ટળીયા,
હાં રે અાજ મટી ગયા ચોરાસીના ફેરા - આજ અાનંદ
માખણને મિસરી માને ધરાવશું,
યમુનાના જલની ઝારી ભરાવશું,
હાં રે માં ની ગોપીયોને રોજ લીલા લહેર રે - આજ આનંદ
‘માઘવદાસ’ ના સ્વામી શામળીયા,
જન્મો જનમના પૂણ્ય જ ફળીયા,
હાં રે અમને આપો શ્રી વ્રજમાં વાસ રે - આજ આનંદ