આંગણ ઉત્સવ બની આવો
કીર્તનના શબ્દો
આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી
સંગે સોહે રૂડા, શ્રી યમુના માતજી – આંગણ
બ્રીજનાં નંદલાલા, રાધા વરવાળા
ગોવર્ધનનાથ શ્રીજી કરું કાલાવાલા
શ્રીજી આ વિનતી મારી કરજો સ્વીકાર જી – આંગણ
નૈનોના દ્વારે, તોરણ બંધાવું
ટીડીયોની કપારીયે તુલસી રોપાવું
ઝાંખી કરતા નૈનોના સુખનો નહીં પાર જી – આંગણ
દર્શન આપી કરુણા વરસાવી
ભક્તોને પુષ્ટિનો મારગ સમજાવી
હાથ જોડી કરાવો, ભવસાગર પાર જી - આંગણ