← બધા કીર્તન

આંખ મારી ઉઘડે ત્યાં મહારાણીમાને દેખું

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

આંખ મારી ઉઘડે ત્યાં મહારાણીમાને દેખું,

ધન્ય મારું જીવન કૃપા એની લેખું

આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું,

ધન્ય મારું જીવન કૃપા એની લેખું - આંખ

સર્વોત્તમ નવરત્ન મારું અઢળક નાણું,

ગાવું મારે રાતદિન યમુનાષ્ટકનું ગાણું

કૃષ્ણાષ્ટક મધુરાષ્ટક મારા અંતરની આંખો,

પુરુષોત્તમ સહસ્ત્ર ઉડવાની પાંખો - આંખ

બસો બાવન ચોરાશી વૈષ્ણવ સગાને સબંધી,

પુષ્ટિ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી

દેજો વલ્લભ પ્રભુજી આશિષ એવી - આંખ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.