← બધા કીર્તન

આંખ મારી ઉઘડે

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું,

ધન્ય મારું જીવન કૃપા એની લેખું - આંખ

શ્યામ સુંદિર પ્રભુની મુરત રુપાળી,

શ્રીજી ને નીરખી ને જાઉં બલિહારી

હાથ રૂપાળા ને બાયે બાજુ બંધ,

કર માં લીધી છે વહાલે મુરલી મજાની - આંખ

શ્રીજી બાવા, શ્રીજી બાવા રટણ ઉચારું,

શ્રીજી નો આનંદ મારા ઉર મારે આણું

યમુનાષ્ટક કૃષ્ણાષ્ટક મારા અંતરે આપો,

પ્રભુ તે આપી છે મને ઉડવાને પાંખો - આંખ

સર્વોત્તમ ને નવરત્ન મારું અઢળક નાણું,

રાત દિન ગાવું મારે શ્રી નાથજી નું ગાણું

બસો બાવન વૈષ્ણવ મારા સગા ને સબંધી,

છૂટી માયા છૂટી મારી માયાની ગ્રંથી - આંખ

પુષ્ટિ ભક્તિ બધું મારી પૂર્ણિમા જેવી,

શ્રી વલ્લભ પ્રભુ અમને આશિષ દેજો એવી

જગતના તાત મારા હ્રુદિયામાં રેજો,

નિત્ય નિત્ય નાથ મને દરશન દેજો - આંખ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.