આવ્યા શ્રી યમુનાજીના નોતરાને
કીર્તનના શબ્દો
આવ્યા શ્રી યમુનાજીના નોતરાને,
મારે જાવું શ્રી વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહિ
સ્નેહે સિધાવું હું તો એકલીને, મારે ધરવો છે સાદો વેશ રે - આજ
આશા ભરી હું તો ઉપડુને, મારે વસવું છે પ્રેમને પરદેશરે - આજ
છેટી છે વ્રજનીં વાટડીને, કાંઈ છેટા છે ઠકુરાણી ઘાટરે - આજ
ગંગા નાહ્યાને નાહ્યા ગોમતીને, મારે કરવા શ્રી યમુના પાનરે - આજ
શ્રી યમુનાજીને કાંઠે ઉભી નાવડીને, મારો વાલો જાુવે છે મારી વાટરે - આજ
નાવમાં બેસીને અમે ચાલશું ને, મારે જાવું છે વિશ્રામ ધાટરે આજ
શરદ પૂનમની રાતડીને, મારે વાલે રમાડયાં રાસ રે - આજ
‘વલ્લભ' ના સ્વામી પ્રભુ શામળાને,
અમને દેજો શ્રી વ્રજમાં વાસ રે - આજ