અમને શ્રી વલ્લભ વ્હાલા
કીર્તનના શબ્દો
અમને શ્રી વલ્લભ વ્હાલા, આપી તુલસી ની માળા
અષ્ટાક્ષરનો મંત્ર આપીને શરણે અમને લીધા
બ્રહ્મ સબંધનો ઉપદેશ આપી પ્રભુના ચરણે દીધા
નિર્ગુણ બ્રહ્મ સબંધનો ઉપદેશ અમને કીધો
અનુગ્રહથી એ સાધ્ય પ્રભુ છે એવો મારગ સીધો
ઠકરાણી ઘાટે મહાપ્રભુજી સુતા અડધી રાતે
દૈવી જીવને શરણે લેવા ચિંતા મનમાં થાતી
શ્રાવણ માસમાં શુક્લ પક્ષની અગિયારસની રાતે
ગોવર્ધન ધર સ્વયં પધાર્યા દૈવી જીવને માટે
નિકુંજ નાયક ગોવર્ધન ધર આવ્યા વલ્લભ પાસે
ગદ્ય મંત્ર દઈ શરણ લેજો નક્કી નિર્ભય થાશે
અભય વચન આપ્યું પ્રભુએ ત્યાં ચિંતાને દૂર કીધી
શરણે લઈને મને સોંપજો એવી આશા દીધી
કરજોડી પાયે લાગ્યા વલ્લભ બહુ હરખાયા
સુંદર શ્યામ નિહાળી નયને ગોવિંદના ગુણ ગાય
ત્રણસોને ટેટ્રિસ તારનું પવિત્રા સુંદર કીધું
મિશ્રી ભોગ ધરી મહાપ્રભુજીએ પ્રભુ ના કંઠે દીધું
મહાપ્રભુજીનાં અનન્ય સેવક દામોદર હરસાની
પ્રથમ સમર્પણ કર્યું એમને સુણીને ભાગવત વાણી
અદેય દાન દઈ કરે કુતાર્થ એવા વલ્લભ જાણે
શરણે લઈને સેવા સોંપે એ પુષ્ટિ મારગ જાણો
પુરષોત્તમ પ્રીતે જે ગાશે સફળ થશે જન્મારો
ચરણ કમલ નિજ હૃદયે ધારે કોઈથી નહિ ડરનારો