અમે મૈયારા રે
કીર્તનના શબ્દો
અમે મૈયારા રે, ગોકુળ ગામનાં
અમે મૈયારા રે, ગોકુળ ગામનાં
મારે મહિ વેચવા જાવા
અમે મૈયારા રે, ગોકુળ ગામનાં
યમુનાને તીરે વાલો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે મારે જાગી જોવા ને જાવા
મૈયારા રે, ગોકુળ ગામનાં - અમે મૈયારા રે
મથુરાની વાટ મહિ વેચવાને હાલી
નટખટ એ નંદકિશોર માગે છે દાણજી
હે મારે દાણ દેવા ને લેવા
મૈયારા રે, ગોકુળ ગામના - અમે મૈયારા રે
માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા દીએ હજાર નંદજીનો લાલો
હે મારે દુ:ખ કેહવા ને સેહવા
મૈયારા રે, ગોકુળ ગામનાં - અમે મૈયારા રે
નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભારજી
નિર્મળ હૈયાની વાત કહેવા
મૈયારા રે, ગોકુળ ગામનાં - અમે મૈયારા રે
અમે મૈયારા રે, ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે, ગોકુળ ગામનાં - અમે મૈયારા રે