અમી ભરેલી નજરું રાખો
કીર્તનના શબ્દો
અમી ભરેલી નજરું રાખો, મેવાડના શ્રીનાથજી
દરશન આપો દુ:ખડા કાપો (૨) મેવાડના શ્રીનાથજી - અમી ભરેલી
ચરણ કમળમાં શીશ નમાવી, વંદન કરું શ્રીનાથજી
દયા કરીનેં ભક્તિ દેજો (૨) મેવાડનાં શ્રીનાથજી - અમી ભરેલી
હું દુ:ખીયારો, તમારે દ્વારે, આવી ઉભો શ્રીનાથજી
આશિષ દેજો ઉરમાં લેજો (૨) મેવાડંના શ્રીનાથજી - અમી ભરેલી
તારે ભરોસે જીવન નૈયા, હાંકી રહ્યા શ્રીનાથજી
બની સુકાની પાર ઉતારો (૨) મેવાડના શ્રીનાથજી - અમી ભરેલી
ભક્તો તમારા કરે વિનંતી, સાંભળજો શ્રીનાથજી
મુજ આંગણીયે વાસ તમારો (૨) મેવાડના શ્રીનાથજી - અમી ભરેલી