અરજી અમારી
કીર્તનના શબ્દો
હાં રે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી !
લઇ જાજે તારા ઘામમાં - હાં રે વહાલા
હાં રે મારા અંત સમયના બેલી,
હાં રે હવે મેલો નહિ હડસેલીં,
હાં રે હું તો આવી ઊભો તમ દ્વારે,
શ્રીનાથજી ! લઇ જાજે તારા ધામમાં - હાં રે વહાલા
હાં રે નાથ! કરુણા તણા છો સિંધુ,
હાં રે હું તો યાયું છું એકજ બિંદુ,
હાં રે એક બિંદુમાં નહિ થાય ઓછું,
શ્રીનાથજી! લઇ જાજે તારા ઘામમાં - હાં રે વહાલા
હાં રે મારું અંતર લેજો વાંચી,
હાં રે નથી મેંદીમા લાલી લખાતી,
હાં રે પાને પાને એ પ્રસરી જાતી,
શ્રીનાથજી! લઇ જાજે તારા ઘામમા - હાં રે વહાલા
હાં રે તને સમજુને શું સમજાવું,
હાં રે કહે તો અંતર ખોલીને બતાવું
હાં રે તારા ભક્તોને એક જ આશ,
શ્રીનાથજી! લઇ જાજે તારા ઘામમા - હાં રે વહાલા