← બધા કીર્તન

અષ્ટાકશર મંત્ર

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

શ્રી કૃષ્ણ: શરણં મમ શ્રી કૃષ્ણ: શરણં મમ

શ્રી કૃષ્ણ: શરણં મમ જય શ્રી કૃષ્ણ: શરણં મમ

કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

વ્રજ ચોરાસી કોસ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

વૃન્દાવનાં વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

ગોકુલીયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

કુંજકુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

વ્રજ ભૂમિનાં રજક્ણ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

ઘેનુ ચરાવતાં ગોપો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

વાજા ને તબલામાં બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

શરણાઈ ને તંબુરમા બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ

ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

ચંદ્ર સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

આંબુ લીંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

જત્તીપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

મથુરાજીનાં ચૌબા બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

ગોવર્ઘનને શિખરે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

ગલી ગલી ગહેરવન બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

કળા કરતાં મોર બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

પુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

તુલસીજીનાં ક્યારા બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

વિરહી જનના હૈંયા બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

મધુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

ફુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

તારલિયાના મંડળ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

રોમ રોમ વ્યાફુલ થઈ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

મહા મંત્ર મનમોદે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

યુગલ ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ

શ્રી કૃષ્ણ: શરણં મમ શ્રી કૃષ્ણ: શરણં મમ

શ્રી કૃષ્ણ: શરણં મમ જય શ્રી કૃષ્ણ: શરણં મમ

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.