← બધા કીર્તન

અતિ રે આનંદ ભર્યા

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે,

શ્યામ સુંદર વર શોભો છો સંગે - ૧

મુખડુ જોયા વિના પાણીડાં ન પીઉં,

રસિક સુંદર વર જોઈ જોઈ જીવું - ર

રસિક સુંદર વર શી રઢ લાગી,

જનમો જનમની મારી ભાવટ ભાંગી - ૩

સગપણ તો શામળીયાનું સાચુ,

બાકી સર્વે દીસે છે કાચું - ૪

મુજને ન વારો મારી રે માડી,

દર્શન કરવાને જઈશ દોડી દોડી - ૫

કહેશે રે તેને કહેવા રે દઈશું,

આપણે સર્વે સાંભળી લઈશું - ૬

નંદના કુંવર તમે ન કરો વડાઈ,

મોટા થયા મારા માખણ ખાઈ - ૭

નંદના કુંવર તમે બહુ રંગ રસિયા,

અમારે કારણ વાલો વ્રજમાં વસીયા - ૮

અતિરે આનંઘ્ભર્યા નંદ ધેર જઈશું,

દર્શન કરીને સુખીયા રે થઈશું - ૯

ઘણા રે દિવસના વાયદા રે વળીયા

શ્રીવલ્લભ પ્રભુ શ્રીગોવર્ધન મળીયા - ૧૦

અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે,

શ્યામ સુંદર વર શોભો છો સંગે

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.