← બધા કીર્તન

બરસાના ખેલે હોળી

હોળી

કીર્તનના શબ્દો

બરસાના ખેલે હોળી,ખેલે હોળી, ચાલો બરસાના

કયાંથી આવ્યા કૃષ્ણ કન્હૈયા

કયાંથી આવ્યા રે રાધા ગોરી, રાધા ગોરી - ચાલો બરસાના

ગોકુલથી આવ્યા કૃષ્ણ કન્હૈયા

બરસાનાથી રાધા ગોરી, રાધા ગોરી - ચાલો બરસાના

પાંચ વર્ષના કૃષ્ણ કન્હૈયા

સાત વર્ષના રાધા ગોરી, રાધા ગોરી - ચાલો બરસાના

કીનકે હાથ કનક પિચકારી

કીનકે હાથ ગુલાલ જોરી, ગુલાલ જોરી - ચાલો બરસાના

કૃષ્ણ કે હાથ કનક પિચકારી

રાધા કે હાથ ગુલાલ ગોરી રે, ગુલાલ જોરી - ચાલો બરસાના

કૃષ્ણ એ છોડી કનક પિચકારી

રંગાણા રાધા ગોરી રે, રાધા ગોરી - ચાલો બરસાના

જમુના આરે કીચડ મચીયો છે

કન્હૈયો ખેલે હોળી રે, ખેલે હોળી રે - ચાલો બરસાના

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.