બ્રહ્મસંબંધનો ભાવાર્થ
કીર્તનના શબ્દો
ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ-ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ, ભગવાન કૃષ્ણ [ શ્રીગોપીજનવલ્લભ ] ને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આ લોક અને પરલોક, આત્મા સહિત સમર્પણ કરૂં છું. હું દાસ છું; 'હે કૃષ્ણ!હું તમારો છું.'