← બધા કીર્તન

ચાલો જળ જમુના

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ચાલો જળ જમુના રે હો ન્હાવા

શ્રી ગીરીધર આવશે ગાયો પાવા - ચાલો

ગોવાળિયા ની મંડલી રે હો લઈને,

વ્હાલો મારો નાચે તાતા થૈયા - ચાલો

સુખની શું કહું રે હો સજાની,

વાત કંઈ વરણી ના જાય વ્રજની - ચાલો

વ્રજ વરણવા માંહે ના આવે,

એ સુખ અનુભવીઓને આવે - ચાલો

એ સુખ પાંડવો ની પાસે,

એ સુખ અર્જુનને અભિલાષે - ચાલો

દાસ 'વલ્લભ' ના રે હો સ્વામી,

વહાલો મારો છે અંતર યામી - ચાલો

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.