← બધા કીર્તન

ચાલો તો બરસાને જઇએ

સાંજી

કીર્તનના શબ્દો

ચાલો તો બરસાને જઇએ લાડીલાજીને સાથે લઇએ.

જઇને વ્હાલાજીને કહીએ રે...૨સીક પ્યારી.

વ્રજ વાળામાં ભેળા થાયે કીર્તિજીને દ્વારે જઇએ,

જઈને રૃડી વાતો કરીએ રે...૨સીક પ્યારી.

કીર્તિજીએ કુંવારી શણગારી, રતિ, રંભાને વિસારી,

એવી રાધે સુમુમારી રે...૨સીક પ્યારી.

સાંજી રમવાને કાજે કુંવારી ને લેજો ને સાથે,

જાવુ છે શ્રી યમુનાજીને ઘાટે રે... રસીક પ્યારી.

સરવે મળીને આવ્યા ત્યાંએ શ્રી યમુનાજીના કુંજ માહે,

વિવિધિ વૃક્ષની છાયા રે...૨સીક પ્યારી.

વ્હાલો મારો ગેડે રમે વ્રજ વતિતાને ગમે,

કોટી કામા આવી નમે રે . રસીક પ્યારી.

પુષ્પ વિણે વ્રજ બાળા ત્યાં તો આવ્યા નંદવાલા,

કરતા વિવિધ ખ્યાલ રે…રસીક પ્યારી

લાડીજીને પૂછે શ્યામ, ફૂલ વીણુવાનુ શું છે કામ.

કયાં છે તમારા ગામ રે...૨સીક પ્યારી

સાંજી પુરવાને કાજ, મલી સરવે સમાજ,

કૂલ વિણવા આવ્યા આજ...રસીક પ્યારી.

સાંજીની છે રીત ન્યારી જુએ ચતુરાઈ અમારી,

એમ બોલ્યા ગિરિધારી રે... રસીક પ્યારી.

લલીતા વિચાર કરે મન અતી મદ ધરે

કેમ તેડી જાઉં ઘરે...રસીક પ્યારી

જીવતીજીએ જુકતી વિચારી, પેરાવો ચોલી ને સાડી,

તો એ ન જાણે મારી માડી રે...૨સીક પ્યારી.

સુંદર શણગાર સહીયાં, સબળામાંથી અબળા કર્યા,

શ્યામ સખી નામ ધર્યા રે...૨સીક પ્યારી.

વ્રજ બાળા ઘેરે ચાલ્યા સાથે લીધા વનમાળી,

કંઠે બાહોલી ગ્રહીને રે... રસીક પ્યારી.

સર્વે ચાલ્યા રંગ રાતા, હળીમળી ગીત ગાતા,

હીંડે છે કાંઈ મદમાતા રે... રસીક પ્યારી.

આવ્યા સર્વે એમ જાણી કીર્તિ રાણી હરખાણી,

રમવાની વાત અતી જાણી રે...૨સીક પ્યારી.

લાડલીની પુછે માત, કોણ છે તમારી સાથ,

કોણ એના માત તાત રે...૨સીક પ્યારી.

વાસો વસે નંદ ગામ, શ્યામ સુખી એનુ નામ,

સાંજી રમવાની હામ રે…રસીક પ્યારી.

કીર્તિજી રળીયાત થઇને રાધેશ્યામ સાથે લઈને,

બેઠા ભુવનમાં જઈન રે...૨સીક પ્યારી.

રાધેશ્યામ સાથે રાજે, વ્રજ બાળા સહુ સંગાથે,

દેખી ને આનંદ વધ્યો રે...૨સીક પ્યારી.

શ્યામ ઘર છે દુર તમારૂ, અહીં પોઢો કીજે વ્યારૂ,

એટલુ કહ્યું માનો મારૂ રે...૨સીક પ્યારી.

ચંદને શું લીપી ભીંત, કુલડે સાંજી ચિત્રીત,

પુષ્પ ધણા છે શોભીત રે...૨સિક પ્યારી.

લલીતા બીડા આપો હાથે, શ્યામ પોઢયા રાધા સાથે.

પુષ્પતણી શૈયા મારે રે...રસીક પ્યારી,

બોલ મૃદુ મીઠાં બોલ, રજતી ના સુખ ચેન,

આળલ ભરેલા નેણ રે...૨સીક પ્યારી.

જાગો રાધેશ્યામ પ્યારાં, આવી સર્વે વ્રજ નારી,

વિવિધ સામગ્રી સારી રે...૨સીક પ્યારી.

સર્વે મળી ભોજન કીધા, મુખવાસ બીડા લીધા,

વ્રજ જનને સુખ દીધા રે...૨સીક પ્યારી.

ચાલ્યા શ્યામ સર્વે સાથે શ્રી યસુનાજી નહાવા માટે,

આવ્યા કાલિન્દી કાંઠે રે...૨સીક પ્યારી.

વસ્ત્રો તો ઉતારી દીધા લલીતાજીએ સાથે લીધા,

સૌના મનોરથ કીધા રે...રસીક પ્યારી.

સુખ લુટયું ચારો ધામ, મૈયા વાટ જુએ ધામ,

મારે જાવું નંદ ગામ રે... રસીક પ્યારી.

જશોદાજી ગોતવા આવ્યા, લાલ દેખી મન ભાવ્યા,

હેતે કરીને બોલાવ્યાં રે...૨સીક પ્યારી.

મુખ પ૨ ફેરવી હાથ, પુછે છે જશોદા માત,

લાલ કયાં રહ્યાંતા રાત રે....રચીક પ્યારી.

લાલે બનાવી વાત, સાંળળો જશોદા માત,

ગોવર્ધનમાં રીયો તો રાત રે...રસીક પ્યારી.

દોડી ગયા તેની પાછળ, ગીયો ગોવરધનને વાટે,

ગોવર્ધન તોળ્યો માટે રે...રસીક પ્યારી.

પાકા ફળ મુજને દીધા, પ્રેમે કરી તે મેં લીધા,

તેની સાથે સેન કીધાં રે.. રસીક પ્યારી,

લાલજીયા મુખની વાણી, સાંભળી જશોદા રાણી,

મન અતિ હરખાણી રે...૨સીક પ્યારી.

દાસીના છો પ્રભુ પ્યારા, ગિરિધર મુરલીવાળા,

જશોદાના કુંવર કાળા રે…રસીક પ્યારી.

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.