ચરણ કમલમાં રાખજો
કીર્તનના શબ્દો
ચરણ કમલમાં રાખજો, શ્રીનાથજી દયાળા (૨)
વૈષ્ણવ જનને લાગે વ્હાલા પ્રાણોથી પણ પ્યારા - ચરણ
મુખડું જોતા સૌને પલમાં લાગે માયા (૨)
પ્રેમે લેતા પાંખમાં ઢાળી છત્રછાયા (૨)
અંતરના અંધકાર ટાળી પાંપળ જો અજવાળે - ચરણ
રજવાડી શણગાર માં શોભા છે બહુ સારી (૨)
દર્શન દઈ દિલ ઠારજો ઓ ગોવર્ધન ધારી (૨)
મેવાડ મધ્યે આપ બિરાજો ભક્તો ના રાખવાળા - ચરણ
સુખનો સાગર આપછો શરણે સૌને રાખો (૨)
ભવભવના ભંધનને એક પલક માં કાપો (૨)
ભક્તો જપતાં હરતા ફરતા હરનિશ તારી માળા – ચરણ