← બધા કીર્તન

ચરણે રાખો શરણે રાખો

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ચરણે રાખો શરણે રાખો હે વલ્લભાદીશ વ્હાલા રે

શ્રીજીબાવા ની સન્મુખ રાખો યમુનાજી ના પ્યારા રે - ચરણે રાખો

બ્રહ્મસંબંધ કરાવ્યો અમને સાચા વૈષ્ણવ માનો રે

કલિયુગ ના જીવો ને ઉગાવ્યાં પુષ્ટિમારગ પ્રગટાવ્યો

સ્વરૂપ સેવા બતાવી અમને ચંપારણ્ય ના વાસી - ચરણે રાખો

યમુનાષ્ટક નું ગાન કરું હું સેવા તમારી આપોને

વ્રજ ચોરાસી પરિક્રમા કરીયે એવા આશિષ આપોને

વૈષ્ણવજન ના વાલા પ્રભુજી ઝાંખી શ્રીજી ની કરાવો રે - ચરણે રાખો

મુખમાં લૈયે નામ શ્રીજી નું યમુના પાન કરાવો ને

અષ્ટાક્ષર જપ પળ પળ જપીયે લઈ તુલસી ની માળા રે

ચારે ધામ છે શ્રીજી ચરણમાં વ્રજવાસ મુજને દેજો રે - ચરણે રાખો

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.