છેલડા હો છેલડા
કીર્તનના શબ્દો
છેલડા હો છેલડા, માખણના ઘેલડા,
રાધાજીના જીવન પ્રાણ - છેલડા હો
આવો અલબેલડા, ઘરમાં એકલડા,
ન આવો તો નંદજીની આણ - છેલડા હો
ઓઢી મેં ઘાટડીને જોઉં છુ તારી વાટડી,
શ્યામ સલુણા સુજાણ - છેલડા હો
હળવેથી આવજોને સાંકળ ખખડાવજો,
જો જો ન થાયે જાણ - છેલડા હો
સાસુ કઠોર છે, નણંદી ચકોર છે,
એતો કરી મુકશે બુમરાણ - છેલડા હો
ઉરના આસન પર, પઘરાવું નટવર,
સેવું ચરણ સુખ આણ - છેલડા હો
માખણ ને મીસરી, આરોગાવું શ્રી હરિ,
‘ગોવિંદ'ના ભાગ્ય તણો પાર - છેલડા હો