છોડી દીયોને વનમાળી રે
કીર્તનના શબ્દો
છોડી દીયોને વનમાળી રે
પાલવડો મારો, છોડી દીયોને વનમાળી
ગોકુળ ગામની હું રે ગોવાલણ
મથુરાની વાટે મારે જાઉં રે – પાલવડો
માથે મટુકી ને મહીડાં રે વેચું
શાને રોકો છો મોરારી રે – પાલવડો
નીત ઊઠીને તારે દાણ રે માંગવું
રોજ મારે દાણ ક્યાંથી દેવું રે – પાલવડો
રાજા તે કંસના રાજમાં તું રહે છે
નથી અહીં નંદજીનું રાજ રે – પાલવડો
આહીરની જાતને અવળી છે રીત રે
કોની પાસે આવી આ રાવ રે – પાલવડો
નંદ જશોદાના કુંવર કનૈયા
તમ જીત્યા ને હું તો હારી રે – પાલવડો