← બધા કીર્તન

ચિત્ત તું શીદને ચિંતા ધરે

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ચિત્ત તું શીદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે

ચિત્ત તું શીદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે

સ્થાવર જંગમ જડચેતનમાં માયાનું બળ ઝટથી ઠરે

સમરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું જનમ જનમના પાપ હરે

ચિત્ત તું શીદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે

ચિત્ત તું શીદને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે

નવરેમાસ રહી ગર્ભમાં પ્રાણી કૃષ્ણચંદ્રનું ધ્યાન ધરે

માયાનું જ્યાં કર્યું આવરણ લખ ચોર્યાશી ફેરા ફરે

દોરી સૌના હરિને હાથે એણે ભરાવ્યું તે ડગલું ભરે

જેવો જંત્ર વગાડે જંત્રી તેવો તેનો સ્વર નીસરે

તારું ધાર્યું થાતું હોય તો સુખ સાચે ને દુઃખ હરે

રાખ ભરોસો રાધાવરનો જીવ હવે તું શીદ ડરે

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.