દર્શન દયો મા શ્રી યમુનાજી
કીર્તનના શબ્દો
દર્શન દયો મા શ્રી યમુનાજી,
હું તો બીજા કશાથી નથી રાજી
પાન કરાવો અમૃત જલના,
જોર હટાવો માયા બળના
રટણ કરાવો શ્રી રાધાવરના,
દર્શન દયો મા શ્રી યમુનાજી
શરણ પડ્યો છું દુઃખડાં કાપો,
પાપ નિવારી સુખડાં આપો
યુગલ સ્વરૂપ મારા હૃદયમાં સ્થાપો,
દર્શન દયો મા શ્રી યમુનાજી
અહર્નિશ સેવામાં દિન ગાળું,
કૃષ્ણ કૃપાળુ દીનતા માંગુ
અવિચળ પદ માંગુ પાયે લાગુ,
દર્શન દયો મા શ્રી યમુનાજી
માયાજાળ ટાળો શ્રી મહારાણી,
માજી લીલા મા લો તાણી
દૈવી જીવ ઉપર કરુણા જાણી,
દર્શન દયો મા શ્રી યમુનાજી
છોડાવી દયો વિષયાશક્તિ,
માનસી સેવામાં અનુરક્તિ
શ્યામ ચરણમાં દયો મા દ્રઢ ભક્તિ,
દર્શન દયો મા શ્રી યમુનાજી
દુર્ગુણ મારા કાઢી નાખો,
વાંક અમારો હોય તો સાખો
વ્રજમા વાસ કરું એમ મુખ ભાખો,
દર્શન દયો મા શ્રી યમુનાજી
લાલા લહેરી સેવક તારો,
દિન થઇ આવ્યો અતિ દુઃખિયારો
ઉગરવાનો બીજો નથી આરો,
દર્શન દયો મા શ્રી યમુનાજી