← બધા કીર્તન

દેખી વૈષ્ણવ શ્રીનાથજી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

દેખી વૈષ્ણવ શ્રીનાથજીનું હૈયું હરખાય,

જુવો શ્રીજીનું મુખડું કેવું મલક મલક થાય

શ્રીનાથજીની આંખેથી ઝરમર અમિ વર્ષા થાય

હસતા શ્રીજીના હોઠ અને ગાલ લાલમ લાલ દેખાય

શ્રીજીના મુખના મલકા તે વાલ સૌને ઉભરાય – જુવો શ્રીજી

શ્યામ રંગના શામળિયા તોય શ્યામસુંદર કહેવાય

કાળજા સૌના ઉજળા કરી પોતે કાળા થાય

શાંતિ દુર્લભ શ્રીજી કૃપાથી સાચું સમજાય – જુવો શ્રીજી

દેખી વૈષ્ણવ શ્રીનાથજીનું હૈયું હરખાય,

જુવો શ્રીજીનું મુખડું કેવું મલક મલક થાય

જુવો શ્રીજીનું મુખડું કેવું મલક મલક થાય

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.