← બધા કીર્તન

ધન્ય આજની ઘડી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ધન્ય આજની ઘડી રળિયામણી,

હાંરે મારો વ્હાલોજી પધાર્યાની વધામણી હોજી રે - ધન્ય

હાંરે હું તો કદલીના સ્તંભ રોપાવતી,

હારે મારા વ્હાલાજીનો મંડપ રચાવતી હોજી રે - ધન્ય

હાંરે પૂરે પૂરે સોહાગણ સાથિયો,

હાંરે જેમ માલાપતો આવે હરિ હાથિયો હોજી રે - ધન્ય

હાંરે હું તો મોતીડાના ચોક પૂરાવતી,

હારે મારા વ્હાલાજીની આરતી ઉતારતી હોજી રે - ધન્ય

હાંરે હું તો ફૂલડાની સેજ બિછાવતી,

હાંરે મારા વ્હાલીડાને ફૂલડે વધાવતી હોજી રે - ધન્ય

હાંરે હું તો જાઉં વલ્લભજી ને વારાને,

હાંરે મહેતા 'નરસૈયા'નો સ્વામી ઉભો બારણે હોજી રે - ધન્ય

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.