ધન્ય એકાદશી
કીર્તનના શબ્દો
એકાદશીનું ર્વત ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજસુખ પામીએ
મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ઘ્યાન હરિંનું ઘરવું છે,
મારે વ્રજમપ જઈને વસવું છે - ધન્ય
એકાદશીનુ વ્રત સારુ છે, એ તો પ્રાણજીવનને પ્યારુ છે,
એ તો વ્રજમાં લઈ જનારુ છે - ધન્ય
જે કોઈ બારે માસ કરે એકાદશી, તેના અંતરમાં વસે અવિનાશી,
નહી કરશે તે જશે હાથ ધસી - ઘન્ય
મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમના જલમાં નહાવું છે,
મારે ભવસાગર તરી જાવું છે - ધન્ય
જેણે એકાદશીના વ્રત કીઘા છે, તેના સકળ પદારથ સીઘા છે,
તેને પ્રભુએ પોતાના કરી ઘા છે - ધન્ય
અંબરિષે એ વ્રત કીધા છે, દંડ દુર્વાસાને દીધા છે,
રસ 'કલ્યાણરાયે' પીધાં છે - ધન્ય