ધન્ય શ્રી યમુના
કીર્તનના શબ્દો
આ કીર્તનનું ગુજરાતી રેકોર્ડિંગ હજી ઉપલબ્ધ નથી. અંગ્રેજી ઓડિયો વગાડાય છે.
ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોફુલ વ્રજ સુખ આપજો
વ્રજની રજમાં અહનિશ અમને સ્થિર કરીને સ્થાપજો
તમે મોટાં છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી
અમને શરણે લેજો તાણી - ધન્ય શ્રી યમુના
શ્રી વૃન્દાવનની વાટમા, નાહવું શ્રી યમુનાનાં ઘાટમાં
વહાલે રાસ રમાડયાં રાતમાં - ધન્ય શ્રી યમુના
ચાલો તો થઇયે વ્રજવાસી, પરિક્રમા કરીએ ચોરાસી
મારા જન્મ મરણની ટળી ફાંસી - ધન્ય શ્રી યમુના
પઘરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા
વૈષ્ણવને લાભ ઘણો લેવા - ધન્ય શ્રી યમુના
શ્રીગોકુળ મથુરાની ગલીઓમાં, મહારાજ મુજને ત્યાં મળીયા
મારા સકળ મનોરથ સફળ થયા - ધન્ય શ્રી યમુના
નંદજીનો વહાલો વનમાળી, કાલિન્દીને કાંઠે ઘેનુ ચારી
વહાલો હસી હસી અમશું લે તાળી - ધન્ય શ્રી યમુના
ચાલો તો શ્રી યમુના નહાઈયે, એવા અખંડ વ્રજવાસી થઇયે
એવી નૌતમ લીલા નિત્ય ગાઈએ - ધન્ય શ્રી યમુના
સખી સમરોને સારંગપાણિ, વૈષ્ણવને વહાલી વાણી
એ લીલા હરિદાસે જાણી - ધન્ય શ્રી યમુના