← બધા કીર્તન

દિવા કરો દિવા કરો

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

દિવા કરો દિવા કરો થઇ સંધ્યાં વેળા

ગોવિંદ પધારવાની થઇ છે વેળા

આગળ ગાયોને પાછળ ગાયો

વચમાં શ્રી કૃષ્ણજી મોરલી વગાળે

ગાયો ની ખરીએ ઉડે જીણી રજ

રજે ભરાયા શામળાના કેશ – દિવા

સામા માળીયા વૃષભાનની કન્યા

રાધા દુલારી એ વાતે વળગાળ્યાં

કેમ કરી વાલા તમે માસી ની મારી

યોગ બળ કરી મેં તો જેલને તોડી

પયપાન કરી મેં તો માસીને મારી – દિવા

કયા સ્થળે વ્હાલા તમે ગોવર્ધન તોળ્યો

કયા સ્થળે વ્હાલા તમે કાલી નાગ નાથ્યો

જ્યારે મેઘ વર્ષા ત્યારે ગોવર્ધન તોળ્યો

ગિલ્લીદંડા રમતા મેં તો કાલી નાગ નાથ્યો – દિવા

કયા સ્થળે વ્હાલા તમે શંખ નાદ કીધો

કયા સ્થળે વ્હાલા તમે રાસ રમાડ્યો

બંસી બતનાં ચોકે મેં તો શંખ નાદ કીધો

વંદરાવનની વાટે મેં તો રાસ રમાડ્યો – દિવા

જવા દોને હવે વૃષભાનની છોરી

કટાક્ષ કરીને વાલે મટુકી ફોડી

ચીર ભીંજાયા ને રાધા શર્માયા

ચૌદ લોકના સ્વામી એ હૈયે વળગાવી – દિવા

ગાયો ચારીને ગોવિંદ ઘેર પધાર્યા

માતા જશોદાજી આરતી ઉતારે

નંદ બાવા વારી વારી વારણા લે છે

બેની સુભદ્રા લૂણી ઉતારે – દિવા

વલ્લભના સ્વામી એતો અંતર યામી

વ્રજની ગોપી સર્વે મહાસુખ પામી

સંધ્યા સમયે જે કોઈ લાલા ની સાંભળે

કૃષ્ણ કન્હૈયા તેની ઉરમારે આવે – દિવા

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.