← બધા કીર્તન

ઝાંખી તમારી દેજો મારા વ્હાલા

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

એકવાર એકવાર એકવાર રણછોડ ઝાંખી તમારી દેજો રે

ઝાંખી તમારી દેજો મારા વ્હાલા

દુઃખડાં બધા હરી લેજો રે – એકવાર

તારા દર્શન કાજે અમે સહુ આવિયા

તેની તે નોંધ તમે લેજો રે – એકવાર

હૈયાના હેતથી આપને નીરખશું

અમને પાવન કરી દેજો રે – એકવાર

એકએક સ્થળમાં ને ડાકુઓના ડલમાં

અમને જાળવતા રહેજો રે – એકવાર

તારા ચરણમાં અમને આનંદ છે

ભક્તોના રુદિયે રહેજો રે – એકવાર

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.