એવા જમુનાજીના નામ
કીર્તનના શબ્દો
એવા જમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે
એવા મહારાણીજીના પાન અમને પ્રાણ પ્યારા છે
પ્રાણ પ્યારા છે અમને અધિક વ્હાલા છે - એવા જમુનાજી
સૂરજ દેવાતાની દીકરીને યમરાજાની બેનડી
વરિયા ચૌદ ભુવનના નાથ અમને પ્રાણ પ્યારા છે - એવા જમુનાજી
શ્યામ ઘાટે, ગોકુલ વાટે, ઠકુરાણી ઘાટે બિરાજતા
આરતી વિશ્રામ ઘાટે થાય, અમને પ્રાણ પ્યારા છે - એવા જમુનાજી
જમુનાજીના પાન કરતા, પાપી પાવન થાય
એમના દર્શન કરતા દુઃખ જાય, અમને પ્રાણ પ્યારા છે - એવા જમુનાજી
તાલ મૃદંગ ને વેણુ વાગે, શોભાનો નહિ પાર
બલીહારી જાય માધવદાસ, અમને પ્રાણ પ્યારા છે - એવા જમુનાજી