એવું શ્રીવલ્લભ પ્રભુનુ નામ
કીર્તનના શબ્દો
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારુ છે,
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારુ છે,
પ્રાણ પ્થારું છે અમને અતિશય વહાલું છે.
પુષ્ટિ માર્ગ પ્રકટાવ્યો દૈત્યોનો તાપ નશાવ્યો -
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ
સેવા માગૅ ચલાવ્વો ભક્તિ નો માર્ગ વિસ્તાર્યો -
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ
મેવાડ મધ્યે બિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજે -
એવું શ્રી શ્રીનાથજીનું નામ
કાંકરોલી મઘ્યે બિરાજે રૂડો રાયસાગર ગાજે -
એવું શ્રી દ્વારકાઘીશનું નામ
ગોંફુલમા ગૌધનચારી વૃંદાવન કુંજબિહારી
એવું શ્રી કૃષ્ણ ચંદ્રનુ નામ