ઘણી ખમ્મા
કીર્તનના શબ્દો
ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી રે ખમ્મા,
મારા શ્રીજી બાવા ને ઘણી રે ખમ્મા
નંદ નો દુલારો ને, જસોદા નો લાલો,
વ્રજ નો વ્રજેશ કાંન, મેવાડ નો રાણો
મેવાડરાઇ ને જાજી રે ખમ્મા - મારા શ્રીજી
ખમ્માં વ્રજ ધામ ને ગોકુળીયા ગામ ને,
નંદ ગામ, બરસાના, ગોપાલપુર ગામ ને,
ગાયો ના ગોવાળ ને જાજી રે ખમ્મા - મારા શ્રીજી
રંગે રૂપે શ્યામ છે, મુરલીધર નામ છે,
મોરલી ના સૂર માં સુંદર રાધાજી નું નામ છે,
મુરલીધર શ્યામ ને જાજી રે ખમ્મા - મારા શ્રીજી