← બધા કીર્તન

ઘટ માં ગિરધારી

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

ઘટ માં ગિરધારી ને મનમાં મોરારી (૨)

હૃદિયે વસે રે કાન પ્યારો વલ્લભ પ્રભુ (૨)

છેટો નથી રે - ઘટ માં

મનમાં ગોકુળિયું ને મનમાં વનરાવન (૨)

ઓ મનમાં યમુનાજી નો આરો વલ્લભ પ્રભુ (૨)

છેટો નથી રે - ઘટ માં

લીપ્યું ગોપ્યુ રે મારા અંતર નું આંગણું (૨)

ઓ આંગણિયે તુલસી નો ક્યારો વલ્લભ પ્રભુ (૨)

છેટો નથી રે - ઘટ માં

શ્યામ સાલોણો મારા નયનો માં રહેતો (૨)

રગરગમા રમનારો પ્યારો વલ્લભ પ્રભુ (૨)

છેટો નથી રે - ઘટ માં

શ્રીજીનો રંગ મારે વૈષ્ણવ નો સંગ રે (૨)

ઓ ભવોભવ નો સથવારો પ્યારો વલ્લભ પ્રભુ (૨)

છેટો નથી રે - ઘટ માં

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.